Thursday, December 12, 2013

હવે ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવાં, નહીં ઉભા રહેવું પડે લાઈનમાં



અમદાવાદ, 13 ડિસેમ્બર

વાહનોના રજીસ્ટ્રેશન કરાવવા, ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા કે પછી રીન્યુ કરાવવા માટે આવતાં અરજદારોને આરટીઓમાં આમ તેમ ધક્કે ન ચઢવું પડે તે માટે આરટીઓ દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

હવે આરટીઓને સંબંધીત કોઇ પણ કામકાજ માટે શું પ્રક્રિયા કરવાની રહેશે તેની જાણકારી 18602331000 નંબર ડાયલ કરીને તેની પરથી મેળવી શકાશે. આ નંબર નિશુલ્ક રહેશે. જો કે આ હેલ્પલાઇન એક વર્ષથી કાર્યરત હતી. પરંતુ કોઇ પણ વાહનચાલકને આ વિશે જાણ ન હતી. હવે આ સેવાનો લાભ અનેક વાહનચાલકો લઇ શકે તે માટે આરટીઓ દ્વારા એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આરટીઓ અમદાવાદનાં હર્ષ વર્ધન મોદીનાં જણાવ્યાં પ્રમાણે, વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લઈ શકે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર લાયસન્સ મેળવી શકે તે માટેની તમામ પ્રોસેસ આ હેલ્પ પાઈન પર જણાવવામાં આવશે

No comments:

Post a Comment