Sunday, January 20, 2019

સુરતના એક ડાયરામાં વિનામૂલ્યે સારવાર કરતી હોસ્પિટલ માટે 3 કલાકમાં 3 કરોડનું દાન

https://m.dailyhunt.in/news/india/gujarati/rakhewal-epaper-rakwal/suratana+ek+dayarama+vinamulye+saravar+karati+hospital+mate+3+kalakama+3+karodanu+dan-newsid-89935499


સુરત: સાવરકુંડલાના વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરની સેવાના સાડા ત્રણ વર્ષ પૂર્ણ થતાં સુરતમાં સરથાણા હરેકૃષ્ણ કેમ્પસ ખાતે આનંદ પર્વની ઉજ‌વણી કરવામાં આવી હતી . સાહિત્યકાર સાંઈરામ દવેના સથવારે રવિવારે લોકડાયરાનો આનંદ માણ્યો હતો. સંસ્થાના પ્રમુખ હરેશ મહેતા, ઉપપ્રમુખ ડો નંદલાલ માનસેતા, ટ્રસ્ટી સવજીભાઈ ધોળકિયાએ આરોગ્ય સેવાનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે, આ સંસ્થામાં દરેક દર્દીને નિ:શુલ્ક સેવા આપતી એશિયાનો આ પ્રથમ સંસ્થા હશે. સાહિત્યકાર સાંઈરામ દવેએ પોતાનાથી શરૂઆત કરી પોતે આ સેવાયજ્ઞ માટે 6 ડાયરા નિ:શુલ્ક કરશે તેવી જાહેરાત કર્યા બાદ 22 જેટલા દાતાઓએ દરેકે 13.51 લાખ અને 12 દાતાએ એક-એક લાખનું દાન જાહેર કરતાં માત્ર ત્રણ કલાકના કાર્યક્રમમાં ત્રણ કરોડથી વધારે રકમનું દાન જાહેર થતાં ડાયરાની રંગત જામી હતી.
લોકસાહિત્યની વાત કરતાં સાંઇરામ દવેએ જણાવ્યું હતું કે, આભાસી વર્લ્ડમાં ફસાયેલી નવી પેઢીને એક્ચ્યુલ વર્લ્ડ તરફ વાળવી પડશે. હાસ્ય રસમાં વલ્ગારિટી ઘૂસે નહીં તેની તકેદારી જરૂરી છે. તેના માટે હાસ્ય એકેડેમી ખોલીને શિક્ષિત છોકરા-છોકરીઓને આ ક્ષેત્રમાં તૈયાર કરવા પડશે. સૌરાષ્ટ્રની ગ્રામીણ જીવન શૈલી, ઝવેરચંદ મેઘાણીની રચનાઓ, મૂળ સુરતના કવિઓ, સાહિત્યકારો, સુરતની ભાષા, ભોજન અને લહેરીપણાને કાવ્ય સ્વરૂપે રજૂ કરી આનંદ પર્વને મોડી રાત સુધી જમાવ્યો હતો.

Cancer Injection