Friday, February 7, 2020

ગુજરાત ની એક એવી હોસ્પિટલ જ્યાં તમામ પ્રકાર ની સારવાર વિનામૂલ્યે

https://www.facebook.com/Help-People-102258064533238/?modal=admin_todo_tour

https://news.khedut.club/all-treatments-are-free-in-this-hospital-in-gujarat/?fbclid=IwAR10G8Ypbpr5XF7LumszP9c9PXT0VcmitwZ33Hcbrl7VHduJ3mdMOOw_Fxo


ગુજરાત ની એક એવી હોસ્પિટલ જ્યાં તમામ પ્રકાર ની સારવાર વિનામૂલ્યે. વાંચો અને શેર કરો.

મિત્રૌ ગુજરાતમાં એક પરબ સમાન હોસ્પિટલ ધમધમે છે.
જ્યાં આવનારા તમામ દર્દીને તમામ પ્રકારની સારવાર તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. નાની-મોટી નહીં…પરંતુ, ગંભીર બીમારીના મોટા મોટા ઓપરેશન પણ, કોઈપણ પ્રકારની ફી લીધા વિના કરી આપવામાં આવે છે.
સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ સંચાલિત.
‘નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ’ ની અમે વાત કરી રહ્યા છીએ…
આ હોસ્પિટલ -ભાવનગર જિલ્લાના,
ઉમરાળા તાલુકાના,
ટીમ્બી ગામે (અમદાવાદ-અમરેલી હાઈવેને અડીને) આવેલી છે.
નિર્દોષાનંદજી હોસ્પિટલમાં –
દર્દીઓની તપાસ,સોનોગ્રાફી,એક્સ-રે,>
લેબોરેટરી અને તમામ પ્રકારની દવાઓ કોઈપણ જાતના ચાર્જ વિના અપાય છે. આ ઉપરાંત –
દર્દીઓ તેમજ તેમના સગાંઓને ઉત્તમ પ્રકારનું ભોજન તથા રહેવાની સગવડ પણ આપવામાં આવે છે.
આ તમામ સુવિધાઓ પણ સંપૂર્ણ ‘નિ:શુલ્ક’ અપાય છે.
ભારતભરમાં -આ રીતે સંપૂર્ણ વિનામૂલ્યે સેવા આપતા ચિકિત્સાલયો ભાગ્યે જ જોવા મળે છે.

નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં – સારણગાંઠ,એપેન્ડિક્સ,થાઈરોઈડ,
ગર્ભાશયના ઓપરેશનો,સ્તન કેન્સર,આંતરડાના ઓપરેશનતથા,સરકમસિઝન સર્ઝરી ‘વિનામૂલ્યે’ થાય છે.
પ્રોફેશનલ હોસ્પિટલોમાં -જે ઓપરેશનો એક લાખ રૂપિયા આપતા પણ ન થાય…તેવા ઓપરેશનો અહીં એક પણ રૂપિયો લીધા વિના કરી આપવામાં આવે છે.અહીં દર મહિને સરેરાશ 75થી 80 જેટલી પ્રસુતી થાય છે.
પ્રસુતી બાદ -પ્રસુતાને એક ‘કીટ’ અપાય છે. જેમાં -ચોખ્ખુ ઘી-ગોળ અને લોટ તેમજ શીરો કે રાબ બનાવવા માટે ગેસ અને વાસણ હોય છે.
આ ઉપરાંત –
પ્રસુતાને રજા આપતી વેળા શુદ્ધ ઘી ની ઔષધિયુક્ત દોઢ કીલો સુખડીનું બોક્સ પણ આપવામાં આવે છે.નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં -નોર્મલ ડિલીવરી,સિઝેરીયનનું ઓપરેશન,ગર્ભાશયની કોથળીનું ઓપરેશન,માટી ખસી ગઈ હોય તેનું ઓપરેશન (Pro-Asse Uterus),સ્ત્રી નસબંધીનું ઓપરેશન (T.L.),ગર્ભાશયની ગાંઠ અને અંડપીંડની ગાંઠ સહિતના ઓપરેશનની સુવિધા અને સેવા આપવામાં આવે છે.
જાન્યુઆરી-2011 થી ફેબ્રુઆરી-2013 સુધીમાં…એટલે કે –
26 માસમાં અહીં 1,87,260 દર્દીઓને ઓ.પી.ડી. સારવાર વિનામૂલ્યે આપવામાં આવી છે.
આજ દિન સુધીમાં કુલ મળીને 3,345 ઓપરેશનો કરવામાં આવ્યા છે. તેમજ અન્ય વિભાગોમાં પણ 40,998 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
આ તમામ સારવાર-સુવિધાઓ ઉપરાંત દર્દીઓને લાવવા-લઈ જવા માટે તદ્દન રાહતદરે એમ્બુલન્સ સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ ઉનાળાનાં સમયમાં હોસ્પિટલની આસપાસના વિસ્તારના લોકોના આરોગ્યના રક્ષણ માટે છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે.તો,શિયાળામાં ઉકાળાકેન્દ્ર ચલાવાય છે .
આ હોસ્પિટલમાં -ઈ.એન.ટી.,યુરોલોજીસ્ટ,ફિઝિશિયન,રેડોયોલોજીસ્ટચેસ્ટ ફિઝિશિયન,પેથોલોજીસ્ટ,ઓર્થોપેડિક, પીડીયાટ્રીક,એનેસ્થેટિક,ઓપ્થાલ્મો,આયુર્વેદીક,ઓડિયોમેટ્રી…જેવા વિષયના ખ્યાતનામ અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ સેવા આપે છે.
Hospital Address :
SWAMI NIRDOSHANAND MANAV SEVA TRUST
C/O,
PO :- TIMBI VILLAGE
TA :- UMRALA
DIST :- BHAVNAGAR
STATE :- GUJARAT