Thursday, March 28, 2019

12 કોમર્સ પછી વિદ્યાર્થીઓને પ્રવેશ માટે નિઃશુલ્ક હેલ્પ ડેસ્ક બનાવશે સુરતની અમરોલી કોલેજ


https://www.facebook.com/Information-150388575132752/


https://trishulnews.com/amroli-college-organize-helpdesk-for-12th-pass-studs/?fbclid=IwAR3jpXhSxJ3AH4QV96voChQSatRIY8YjbBJjtVOUDa4lWp1DE8V9HPd4E7A

હાલમાં જ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપીને વેકેશન ની મજા માણી રહ્યા છે. પરંતુ ધોરણ 12 કોમર્સ નું પરિણામ આવશે ત્યારબાદ વિદ્યાર્થીઓ પોતાના કેરિયર માટે અલગ અલગ કોલેજોમાં એડમિશન માટે દોડાદોડી કરવામાં લાગી જશે. વિદ્યાર્થીઓ અપૂરતા અનુભવ અને માર્ગદર્શન અને કારણે ઘણીવાર નાની ભૂલને લીધે કોલેજમાં પ્રવેશથી વંચિત રહે છે અથવા પોતાની પસંદગીના વિષયો કે કોલેજોમાં પ્રવેશ મેળવી શકતા નથી.
એડમિશનની દોડધામમાં વિદ્યાર્થીઓ ઉતાવળિયા નિર્ણયને કારણે પોતાનું કેરિયર ખોરંભે ચડાવી દેતા હોય છે. વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન પૂરું પડી રહે તે માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત ઘણી કોલેજોમાં વિનામૂલ્યે હેલ્પ સેન્ટરો શરૂ કરાતા હોય છે. પરંતુ વિદ્યાર્થીઓ હેલ્પ સેન્ટર ક્યાં આવેલા છે કઈ કોલેજમાં મદદ મળશે, તેવી જાણકારીથી વાકેફ હોતા નથી. જેથી વિદ્યાર્થીઓ સાયબર કાફૅમાં જઈને ફોર્મ ભરવા માટે ના સામાન્ય કામકાજમાં 1500 રૂપિયા થી 2000 રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવી લેતા હોય છે જે ખરેખર નિશુલ્ક હોય છે.
જાણકારીના અભાવે માત્ર ૧૫ મિનિટના સમયમાં ઓનલાઈન ભરાતા ફોર્મમાં માર્ગદર્શન ના અભાવે વિદ્યાર્થીઓ ખોટી બિનજરૂરી રકમ ચૂકવી દેતા હોય છે, પરંતુ વિદ્યાર્થીઓના હિતને જોઈને શહેરના અમરોલી વિસ્તારમાં છેલ્લા 20 વર્ષોથી જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત આર્ટસ અને કોમર્સ કોલેજ દ્વારા ધોરણ 12 કોમર્સ ને પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે, આ હેલ્પ ડેસ્ક નો લાભ લેવા માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ હેલ્પડેસ્ક માં વિદ્યાર્થીઓ પોતાની અભ્યાસ અને મોબાઈલ નંબર વગેરેની માહિતી આપીને રજીસ્ટ્રેશન કરાવી શકશે. વિદ્યાર્થીએ પોતાનો અનુકૂળ કોર્સ અને કોલેજ માટે અનુકૂળ સમય પણ પસંદ કરી શકે તે માટેના વિકલ્પો ઉપલબ્ધ છે. રજિસ્ટ્રશન માટે http://amrolicollege.org/admhelpdesk/ લિંક પરથી ફોર્મ ભરવાનું રહેશે.
આ વેબસાઈટ પર અમરોલી કોલેજોની તમામ માહિતી પ્રોસ્પેક્ટસ ના રૂપમાં સરળતાથી જોઇ અને વાંચી શકાશે. સાથે-સાથે ગુજરાત સરકારે બહાર પાડેલી માહિતી પુસ્તિકા કે જેમાં વિવિધ કોર્સમાં કેવો અભ્યાસક્રમ આવશે તેની જાણકારી પણ મેળવી શકાશે. અમરોલી કોલેજ દ્વારા શરૂ કરવામાં આવેલા આ હેલ્પ ડેસ્ક અને કારણે હજારો વિદ્યાર્થીઓના નાણા અને સમય ની બચત થશે, સાથે-સાથે વિદ્યાર્થીઓનું કેરિયર પણ ઉજ્જવળ બની શકશે.
આ માહિતીના આધારે આ હેલ્પડેસ્ક દ્વારા વિદ્યાર્થીઓને ફોર્મ ભરતી વખતે તેમજ પસંદગીની કોલેજો પસંદ કરતી વખતે માર્ગદર્શન આપવામાં આવશે. આ વેબસાઈટ પર હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે. અહીં નોંધનિય છે કે આ સુવિધા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સુરતમાં આવેલી કોલેજો માટે જ ઉભી કરવામાં આવેલ છે.